આ પ્રેમમાં માણસ તેની સામેની વ્યક્તિ માટે ખૂબ શુદ્ધ પવિત્ર વિચારો ધરાવતો હોય છે. તેને એવું લાગે છે કે પ્રેમ કરી શકવો તે ઈશ્વરીય દેન છે. આવી જ કંઇ થિયરીંમાં માનનારા સેંટ વેલેન્ટાઇનની આજે આપણે વાત કરવાના છીએ. સંત વેલેન્ટાઇન રોમના પાદરી હતા. તેઓ ક્યાં, કઇ તારીખે જન્મ્યા તેના વિશે તો માહિતી નથી. પણ તેઓ પ્રેમના મોટા ઉપાસક હતા તે આપણે સૌ જાણીએ છીએ. તેઓ પાદરી હતા એટલે તેમની પાસે બે પ્રેમ કરતી વ્યક્તિઓને લગ્નના બંધનમાં બાંધી શકવાના હક્ક હતા. તેમને આ રીતે પ્રેમીઓનાં લગ્ન કરાવવાની ખૂબ મજા આવતી હતી. તેઓ જ્યારે પણ કોઇનાં લગ્ન કરાવતા ત્યારે તેમને લાગતું કે તેઓ ઈ |